છત્રાલ જીઆઇડીસી ખાતે કાર્યરત વિન્ડસર મશીન્સ લીમીટેડ દ્વારા ભારતમાં સૌ પ્રથમ ઇન્જેકશન મોલ્ડીંગ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસી ખાતે કાર્યરત વિન્ડસર મશીન્સ લીમીટેડ દ્વારા ભારતમાં સૌ પ્રથમ ઇન્જેકશન મોલ્ડીંગ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મશીનને રાજયના શ્રમ-રોજગાર અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.આ મશીન બનાવવા માટે કોઇપણ પ્રકારનો સ્પેર-પાર્ટસ વિદેશથી મંગાવવામાં આવ્યો નથી. પરંતુ આ મશીનના તમામ સ્પેર પાર્ટસ સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરવામાં આવ્યા છે. તેમજ તેની ડિઝાઇન પણ સ્થાનિક નવયુવાનો દ્વારા કરવામાં આવી છે.

વિન્ડસર મશીન્સ લિમિટેડ કંપનીના ડાયરેકટર વિનય બંસોડે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારતના ઉમદા અભિગમ અંતર્ગત અમારી કંપની દ્વારા ઇન્જેકશન મોલ્ડીંગ મશીન કે.એલ. 3200નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું મશીન ભારતમાં સૌ પ્રથમવાર વિન્ડસર મશીન્સ લિમિટેડ બનાવ્યું છે. જેને ભારત સરકારે પેન્ડેટ કર્યું છે. પહેલા આ પ્રકારનું મશીન બનાવવા માટે વિદેશથી અમુક પાર્ટસ મંગાવવામાં આવતા હતા. જેથી તેનો ખર્ચ વધતો હતો. મશીનમાંથી થયેલ ઉત્પાદનની કિંમત પણ થોડીક વધુ રહેતી હતી. હવે, ઘર આંગણે આ મશીનનું ઉત્પાદન થવાથી વિદેશી મૂડીનો ખર્ચ ઘટશે, ઉત્પાદન થતી ચીજવસ્તુઓની કિંમત પણ થોડીક ઘટશે.આ મશીન દ્વારા ગાડીઓ, કુલર જેવી અનેક ચીજ વસ્તુઓમાં વપરાતા તમામ પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ કાર્યરત ઓટોમોબાઇલ્સ કંપનીઓને આ મશીન ખૂબ જ ઉપયોગી બની રહેશે. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મશીનનું ઉદ્ધાટન કર્યા બાદ સમગ્ર મશીન અંગેની માહિતી વિન્ડસર કંપનીના ટેકનિકલ વ્યક્તિ પાસેથી મેળવી હતી.

Social