ધોળકાના અરણેજ ગામ પાસે રોડ બનાવતા પ્લાન્ટમાં આગ લાગી
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામ નજીક આવેલા રોડ બનાવતા ડામર ઉત્પાદન પ્લાન્ટમાં કોઈ કારણોસર આગ લાગતા ધૂમડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. પ્લાન્ટ પર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો
નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સાથે પોલીસ બનાવ સ્થળે દોડી હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે. હાલ સુધી કોઈ જાનહાની કોઈ ઘટના સામે આવી નથી.
