સાણંદના વાસણા હાઇવે પર ડમ્પર અને બાઇક સાથે અકસ્માત : એક યુવકનું મોત

વિરમગામ હાઇવે પર સાણંદના વાસણા પાટિયા નજીક અહિંસા કંપનીના ગેટ આગળ રોડ ઉપર ડમ્પર અને બાઇક સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત થયું હતું.
સાણંદના ખોડા ગામમાં રહેતો અને મૂળ આણંદના સોજીત્રાના સાંસેજ ગામના વિમલભાઇ નટુભાઇ પરમાર બાઇક લઈને સાણંદ દુધના આપવાના વારા માટે જતો હતો તે સમયે અહિંસા કંપનીના ગેટ સામે હાઇવે પર આવતા ડમ્પર ચાલકે બાઇક સાથે અથડાવી અકસ્માત કરતાં વિમલને ગંભીર ઇજા થતાં સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મરણ જાહેર કર્યો હતો. મૃતક યુવકના પરિવારને જાણ થતાં દવાખાને પહોચ્યા અને અશોકભાઇએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Social