રાહુલ ગાંધીને ધમકી આપવાના મામલે સાણંદમાં FIR દાખલ કરવા ઉગ્ર માગણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ધમકી મામલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાણંદ શહેરના ગઢીયા ચાર રસ્તા ખાતે ઉગ્ર સુત્રોચાર કરી રેલી સ્વરૂપે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈને લેખિતમાં આવેદન આપી ધમકી આપનારા નેતાઓ વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવા માંગ કરી અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સહિત જિલ્લા પ્રમુખે સાણંદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં બેસી રામધૂન યોજી હતી.
કોંગ્રેસના અગ્રણી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ધમકી, અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના નેતાઓ(અને તેના સહયોગી ભાગીદારો)નેતાઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી.

                   આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રણી, કાર્યકરોએ સાણંદના ગઢીયા ચાર રસ્તાથી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી સૂત્રોચાર કર્યા હતા અને સાણંદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી મામલેધમકી આપનારા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માંગ કરી હતી, ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ કાર્યકરોએ સાણંદ પોલીસ સ્ટેશનમાં બેસી રામધૂન યોજી હતી.
Social