પાલનપુરના હાઇવે પર STબસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

             પાલનપુરના ખોડલા ગામ નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત   થયાની ઘટના સામે આવી છે. જયારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત વક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
           પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક બાઇક અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો પાલનપુર દલવાડા સરકારી બસ અને બે ઈસમો બાઈક પર સવાર વચ્ચે ખોડલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે ઈસમોને અકસ્માતના કારણે ગંભીર રીતે ઘાયલતા થયા હતા. જેના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
Social