પાટણ રેલવે સ્ટેશન નવીનીકરણ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત
પાટણ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાયી થતાં 20 ફૂટ નીચે સેફટી હેલ્મેટ કે બોડી પ્રોટેકટરની સુરક્ષા વગર કામ કરી રહેલા મધ્યપ્રદેશનો શ્રમિક દટાતા તેનું મોત થયું હતું. રેલવે પ્લેટફોર્મ નજીક હોઈ સવારે 10 :00 ના અરસામાં પાટણ-મહેસાણા લોકલ ટ્રેન ઉપડતાં તેની ધ્રુજારીના કારણે માટી ઘસી આવી હોવાનું સ્થાનિકોનું અનુમાન છે.
રેલવે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. બાદમાં પાટણ સિવિલમાં મૃતકનું પીએમ કરી વાલી વારસોને લાશ સોંપતા એમ્બ્યુલન્સમાં મધ્યપ્રદેશ ખાતે લઈને જવા તજવીજ હાથ ધરી હતી. મૃતકના નાનાભાઈ પ્રભાતસિંહે જણાવ્યું હતું કે તેમના ભાઈ વિનોદકુમાર સિંહ મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે અહીં આવ્યા હતા તેઓ પરણીત છે અને તેમને સંતાનમાં 3 બાળકો છે.
59