તેલાવમાં ઈલેક્ટ્રોનિક્સ વેરહાઉસમાંથી ચોરીનો સમાન લેનારા કાસીન્દ્રાના વેપારીને LCBએ દબોચ્યો
તેલાવ સાણંદ હાઇવે પર સુપર સ્ટાર ઈલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં ગત 16 સપ્ટેમ્બરે રાત્રે પતરું કાપી તસ્કરો દુકાનમાંથી વિવિધ 65 સાધન અને રોકડ મળી રૂ.2,39,600ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થતાં સાણંદ પોલીસમાં દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી.
કેસમાં ગ્રામ્ય LCB PI આર.એન. કરમટીયાએ વિવિધ ટીમો બનાવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને આરોપી તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમ્યાન ASI વિજયસિંહ મસાણી અને HCજયદીપસિંહ ચાવડાને મળેલી બાતમીના આધારે દસક્રોઇના કાસીન્દ્રા ગામેથી નિલકંઠ ઇલેક્ટ્રિકલ નામની દુકાન ચલાવતા તેજમલજી ગોપાલજી રતુજી ઠાકોર (કાસીન્દ્રા મુળ રહે.સુણોક, તા.ઉંઝા)ને દબોચી ચોરી થયેલ મુદામાલ પૈકી કુલ રૂ.1,50,800નો મુદામાલ જપ્ત કરી ચોરીમાં કરનાર અન્ય ઇસમોને પકડવા તપાસ હાથ ધરી છે.
90