નવરંગપુરા રેલવે ક્રોસિંગ પાસે AMTSની ચાલુ બસમાંથી CNGના ગેસનો સિલિન્ડર પડ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહી

             અમદાવાદ શહેરના નવરંગપુરા રેલવે ક્રોસિંગ પાસે AMTSની ચાલુ બસમાંથી CNGના ગેસનો સિલિન્ડર નીચે પડી ગયો હતો. આ સિલિન્ડરમાંથી ગેસ પણ લીક થયો હતો. જેના કારણે તાત્કાલિક મુસાફરો નીચે ઉતરી ગયા હતા. 
        ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ની બે ટીમ અને જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બસની વચ્ચેના ભાગે સિલિન્ડર ફસાઈ ગયો હતો. ફાયરના અને પોલીસના જવાનોએ કોઈ દુર્ઘટના ના થાય તેના માટે બસને કોર્ડન કરી દીધી હતી. જોકે આગ લાગવાની કોઈ ઘટના બની નહોતી. ગુજરાત યુનિવર્સિટીથી ઓઢવ અર્બુદાનગર AMTS બસ જતી હતી. નવરંગપુરા ક્રોસિંગ પર બસમાં જમ્પિંગ થતા ગેસ રાખવાનો લોખંડની પટી તૂટી જતાં CNG ગેસનો બાટલો નીચે પડ્યો હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Social