ઇસ્કોન બ્રિજ પર કારચાલક યુવકે ટક્કર મારતાં આશાપુરા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીનું મૃત્યુ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. ગત સોમવારે બપોરે એક કારચાલકે ટુવ્હીલરને ટક્કર મારતા ગંભીર ઇજાગ્રસ્ત ટુવ્હીલરચાલક સિનિયર સિટીઝનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘાટલોડિયાના ક્રિષ્ના પાર્ક રો હાઉસમાં રહેતા બંસીલાલ પટેલ (ઉં.72) આશિયાના ચેરિટેબલ ટ્રસ્ટના મા આશાપુરા વૃદ્ધાશ્રમમાં સિનિયર ટ્રસ્ટી તરીકે સેવા આપતા છે. તેઓ 23 સપ્ટેમ્બરે બપોરે ટુવ્હીલર લઈ ઈસ્કોન બ્રિજ ઉપરથી પસાર થતા હતાત્યારે પાછળથી આવેલી કારે ટુવ્હીલરને ટક્કર મારતા બંસીલાલ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે કારચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે કનુ દેસાઈ (ઉં.29) અને ગાંધીનગરના ભોંયણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

Social