વટામણ ચોકડી પાસે ટ્રક પલ્ટી મારતા 4 લોકોને ઇજા: વટામણ ચોકડી પાસે ટ્રક પલ્ટી મારતા 4 લોકોને ઇજા
મળતી વિગત મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકાના વટામણ ગામની ચોકડી પાસે શનિવારે સવારે એક ટ્રક ચાલકે પુરઝડપે જતો હતો તે દરમ્યાન ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી એકાએક કાબૂ ગુમાવતાં ટ્રક ધડાકા ભરે રોડ નજીક લારી ગલ્લા વાળા ઉપર પલ્ટી મારતા મારી હતી.
અકસ્માતમાં 4 જેટલા લોકોને ઇજાઓ થઈ હતી. બીજી તરફ એકાએક અકસ્માત થતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા.108 મારફતે ઈજાગ્રસ્તને ધોળકાની હોસ્પીટલમા ખસેડાયા હતા. રોડ પર ટ્રાફિકજામ થતાં કોઠ અને ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી ટ્રકને ઉભી કરી કરવાની કાર્યવાહી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારી અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ઇજાગ્રસ્તને મળી ખબરઅંતર પૂછ્યા હતા. સમગ્ર મામલે પોલસે તપાસ હાથ ધરી છે.
વટામણ ચોકડી પાસે ટ્રક પલ્ટી મારતા 4 લોકોને ઇજા
