અમદાવાદના પાનકોરનાકામાં મોડી રાત્રે બંગડીના ગોડાઉન અને દુકાનમાં આગ લાગી : ભારે જહેમતથીફાયરબ્રિગેડે કાબૂમાં મેળવ્યો

શહેરના પાનકોરનાકા વિસ્તારમાં આવેલા એ કોમ્પ્લેક્સમાં બંગડીના ગોડાઉન અને દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની બહાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. પાનકોર નાકા ખાતે આવેલા કોમ્પ્લેક્સના ભોયરામાં આ દુકાન અને ગોડાઉન આવેલું છે, જેમાં મોટા પ્રમાણમાં બંગડીઓ અને અન્ય સામાન પડ્યો હતો. જેમાં આગ લાગવાની ઘટના બની હતી.

ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. જોકે ભોયરામાં દુકાનો હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો થયો છે. રામા હોવાના કારણે અને સાંકડી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડની ટીમને કાબુમાં લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી હતી. હાલ ધુમાડો બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામ કરી રહી છે. વેન્ટિલેશનના અભાવના કારણે ધુમાડો બહાર નીકળી રહ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા ફેન મૂકીને હાલ ધુમાડો બહાર કાઢવાની અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Social