સાણંદના તેલાવ ગામે લારીનાં નીચે સંતાડેલ વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

સાણંદ પોલીસને બાતમી મળેલ કે સાણંદના તેલાવ ગામ દાતાર વાસ ખાતે રહેતો હૈદરશા કાળુશા દિવાન નામનો ઇસમ ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી છુટકમાં વેચાણ કરે છે અને અને ઇસમે હાલમાં તેનાં તેલાવ ગામ દાતારવાસ ખાતે આવેલ મકાન આગળ રાખેલ લારીનાં નીચે સંતાડેલ છે. સાણંદ પોલીસે રેડ કરી હૈદરશા કાળુશા દિવાન (ઉ.વ.24 રહે. તેલાવ ગામ)ને પકડી લઈ ભારતીય બનાવટનો વિદેશીદારૂ બોટલો અને બિયર 49 મળી 8010નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોધ્યો છે.

Social