શહેરીજનો ચેતજો… સાણંદમાં મહિલાનો સોનાનો દોરો ખેંચી બાઇક ચાલક ફરાર

સાણંદના સુખરામનગર સોસાયટી પાસે ચાલતા જતા મહિલા ના ગળામાંથી 92 હજારની કિંમતનો સોનાનો ચેન ખેંચી બાઈક ચાલક નાસી જતાં પંથકમાં ચકચાર મચી છે.
સાણંદમાં આલય એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ ઝોલાપુર ગામના શિલ્પાબેન હર્ષદભાઇ પટેલ તેઓના પડોશી બંને ચાલતાં સુખરામનગર સોસાયટી ખાતે જતાં હતા તે દરમ્યાન સુખરામનગર સોસાયટીમાં નજીક બાઇક ચાલક શિલ્પાબેનના ગળામાંથી સોનાની ચેઈન આશરે સવા તોલાના વજનની(રૂ.92 હજાર) તોડી ફરાર થયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં પુર ઝડપે ફરાર થયો હતો. મહિલાએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરી છે.

Social