સાણંદના ચચારા વાડી પાટિયા પાસે કાર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માતમાં વઢવાણના યુવકનું મોત

સાણંદના ચાચરાવાડી વાસણા પાટિયા પાસે સ્પીડમાં જતાં કન્ટેનર ટ્રેલર ચાલકે સાઈડ સિગનલ બતાવ્યા વગર ડીવાઇડરની જગ્યામાં વળાંક લેતા એકાએક ટ્રેલર પાછળ ફોરચ્યુનર કાર ઘૂસી જતાં વઢવાણના કાર ચાલકનું મોત થયું હતું.
રાજય સહિત અમદાવાદ જિલ્લામાં જીવલેણ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરખેજ થી બાવળા પર સુરેન્દ્રનગરના વઢવાણના જમીનની લે-વેચનો વ્યવસાય કરતા 27 વર્ષના રાજવિરસિંહ જશુભા લકુમ ફોરચ્યુનર કાર લઇ અમદાવાદ તેઓની મમ્મીની દવા લઈને જતાં હતા ત્યારે ચાચરવાડી વાસણાના પાટીયા પાસે કન્ટેનર ટ્રેલરના ચાલકે સાઈડ સિગનલ દેખાડયા વગર ડીવાઇડર જગ્યામાં વળી જતાં રાજવિરસિંહની ફોરચ્યુનર કાર ટ્રેલર પાછળ ભટકાઈ જેમાં રાજવિરસિંહને ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિક લોકો સાથે પોલીસે 20 મિનિટની ભારે જહેમતથી કારમાં ફસાયેલ રાજવિરસિંહબે બહાર કાઢી બોપલની ખાનગી હોસ્પીટલમા ખસેડયા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

Social