સાણંદના માધવનગર બાયપાસ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત
સાણંદના માધવનગર પાસે બાયપાસ ચોકડી પર ટ્રક પાછળ એક ટ્રક અથડાઈ અને ડિવાઈડરમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો, રાત્રીના સમયે એક ટ્રક વળાંક લેતા બીજી પાછળની ટ્રકને ટક્કર લાગતા ટ્રક ડિવાઈડર પર ઘુસી જતા હાઇવે વાહનોની લાંબી કતારો લાગી હતી, પોલીસે, સ્થાનિક લોકો સાથે મળીને ડિવાઈડરમાંથી ટ્રકને બહાર કાઢી હતી, અને પોલીસે હાઇવે ઉપરથી ટ્રાફિક દૂર કર્યો હતો.

