સાણંદમાં મેનેજર અને તેના મિત્ર ઉપર રબરની પાઇપ વડે હુમલો

    સાણંદના બાયપાસ પાસે ચા પીવા ઊભા રહેલ એક મેનેજર અને તેના મિત્ર પર ગોરજ ગામના ઇસમે અદાવત રાખી રબરની પાઇપ વડે માર મારી મારી નાખવાની ધમકીઓ આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.
       સોયલામાં રહેતા ભીખાભાઇ રણછોડભાઈ ઠાકોરે સાણંદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સાણંદના ગોરજ ખાતે આવેલ નિર્વાણા ગ્રીનમા મેનેજર તરીકે છેલ્લા 12 વર્ષથી નોકરી કરે છે, સાંજે ભીખાભાઇ અને તેઓના મિત્ર કિરીટભાઈ ધનાભાઈ મકવાણા સાણંદ બાયપાસ ખાતે આવેલ એક ચા ની દુકાને ચા પાણી કરી ઉભા હતા તે દરમ્યાન ગોરજના સુરેશભાઇ ઠાકોર તેના મિત્ર સાથે આ દુકાને આવ્યા હતા અને ભીખાભાઇને કહેવા લાગેલ કે તુ નિર્વાણા ગ્રીનમા કેમ આવવા દેતો નથી તેમ કહી ગાળો બોલવા લાગેલા જેથી ભીખાભાઇએ ગાળો બોલવાની ના પાડતા રબરની પાઈપ લઇ બન્ને હાથે તેમજ બરડાના ભાગે મારવા લાગેલા આ વખતે તેઓનો મિત્ર કિરીટ વચ્ચે પડતા કિરીટને પણ બરડાના ભાગે રબરની પાઈપ મારતા બુમાબુમ થતા ચાની દુકાનના માલીક આવીને વધુ માર માથી છોડાવ્યા હતા અને સુરેશ ઠાકોર બંનેને મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ મામલે સાણંદ પોલીસમાં સુરેશભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી.
Social