બોપલમાં સાધુ વેશમાં ગઠિયો દોઢ લાખની મતા લૂંટી ફરાર થયો

સાઉથ બોપલમાં કારમાં સાધુ વેશે બેઠેલી વ્યક્તિએ આધેડને માથે હાથ મૂકી કંઈક સુંઘાડતાં આધેડ અર્ધબેભાન થઈ જતા, સાધુ વેશે આવેલી વ્યક્તિ આધેડની સોનાની વીંટી, ચેઈન તથા કંઠી મળી રૂ.1.40 લાખની મતા ચોરી ફરાર થયો હતો ઘટનાને પગેલે બોપલ પોલીસે ગુનો નોધ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘુમાના ઈસ્કોન ગ્રીન્સ બંગ્લોઝમાં રહેતા રમેશ કાછડિયા ટુવ્હીલર લઈ દીકરાની ઓફિસે જઈ રહ્યા હતા. આ દરમિયાન રમેશભાઈને સાધુ વેશમાં આવેલા ગઠિયાએ માથા પર હાથ ફેરવી કંઈક સુંઘાડતાં તેઓ બેભાન થઈ ગયા. થોડા સમય પછી જોયું તો તેમના હાથમાં પહેરેલી સોનાની વીંટી, સોનાની ચેઈન તથા કંઠી મળી રૂ.1.40 લાખની વસ્તુ હતી. જેથી સાધુ વેશે આવેલો ઠગ તમામ વસ્તુ ચોરી ફરાર થથા રમેશભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social