અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી કલબની સામે 40 લાખની લૂંટ
અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર હાલ ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હોવાનો બનાવ મોડી રાત્રે બન્યો છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે ઈસમોએ કાર રોકીને ચાલકને કહ્યું કે, કારમાં પંચર છે, જેથી વેપારી ઉતરીને જોવા ગયો તે સમયે કારમાં મુકેલ રૂપિયા ભરેલ થેલો લઈને બે ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા મોડી રાત્રે સમગ્ર વિસ્તારના પોલીસ CCTVની તપાસ હાથ ધરી હતી.
