પહેલી ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટશે : નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહે છે અને કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પણ બરફી રહ્યો છે ત્યારે હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓને પગલે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન એટલે કે ત્રણ ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રિ નહીં બગડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ફક્ત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ વરસી શકે છે. બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત છે.
