બાવળામાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મળી

બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા શીવાભાઇ ભુલાભાઇ કોમ્યુનીટી હોલમાં અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિ આયોજીત જિલ્લા કોગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક એ.આઈ.સી.સી.ના મંત્રી અને ઝોનલ નિરીક્ષક રામકિશન ઓઝાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી.
કાર્યક્ર્મમાં જી.પી.સી.સી.નાં કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિહ ગોહીલ, નિરીક્ષક બિમલભાઇ શાહ, પ્રદેશ મહામંત્રી પંકજસિહ વાધેલા, ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ અમરસિહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, સોનલબેન પટેલ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો, વિવિધ સેલના પ્રમુખો, યુવક કોંગ્રેસના હોદેદારો, એન.એસ.યુ.આઈ ના કાર્યકરો અને જિલ્લા, તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Social