સાણંદમાં એક મકાનમાંથી 28 બોટલ દારૂની બોટલો જપ્ત

સાણંદ પોલીસે સાણંદના ગંજીખાનામાં એક રહેણાંક મકાનમાં પહેલા માળે રેડ કરી ઇગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂનો વેપલો કરનાર ઇસમો રેડ દરમ્યાન હાજર ન મળી આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

સાણંદ પોલીસને બાતમી મળેલ કે, સાણંદ ગંજીખાનામાં રહેતા કરણભાઈ ઉર્ફે ડેની કિશનભાઈ ચુનારાનાઓ તેના ઘરે આકાશભાઈ પ્રાતાપજી ઠાકોર રહે. સાણંદ ઠાકોરવાસ તથા હરપાલસિંહ ઉર્ફે બચ્ચી વાઘેલા સાથે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી સાણંદ પોલીસની ટીમે ગંજીખાનામાં કરણ ભાઇ ઉર્ફે ડેની કિશનભાઇ ચુનારાના રહેણાંક મકાનમાં ઉપરના માળે રેડ કરી ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ અલગ અલગ 28 બોટલો, 18 બિયર ટીન મળી કુલરૂ.12400નો મુદ્દામાલ જત્પ કર્યો હતો. ત્રણેય ઉપરોક્ત ઇસમો હાજર ન નહીં મળી આવતા સાણંદ પોલીસે કરણ ઉર્ફે ડેની કિશનભાઈ ચુનારા, આકાશ પ્રાતાપજી ઠાકોર તથા હરપાલસિંહ ઉર્ફે બચ્ચી વાઘેલા નામના ઇસમો સામે ફરિયાદ નોંધી પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Social