અમદાવાદમાં શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરે શહેરમાં 447 કરોડના 88 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 14 વિકાસ કામોનું લોકાર્પણ થશે. જ્યારે 74નું ખાતમુહૂર્ત થશે. શાહીબાગમાં નવી બનેલી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહના હસ્તે ઉદઘાટન થશે.
આ ઉપરાંત તેઓ વિવિધ વિસ્તારમાં એસટીપીના ખાતમુહૂર્ત, તેમજ વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. તેઓ ગોતા કારગીલ પેટ્રોલપંપ પાસે આવેલા બળદેવગીરી કોમ્યુનિટી હોલ ખાતે સવારે 9.45 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આરોગ્ય ચકાસણી કેમ્પમાં હાજરી આપશે. 7.31 કરોડના ખર્ચે અખબારનગરથી માનસી હોસ્પિટલ થઇ વિજયનગર ક્રોસિંગ સુધી વ્હાઇટ ટોપિંગ રોડ, 2.24 કરોડના ખર્ચે નાબાર્ડ બેંકથી કિર્તિસાગર સુધી વ્હાઇટ ટોપિંગ રોડનું ખાતમુહૂર્ત કરશે.
ઉ.પશ્ચિમ ઝોનમાં જુદી જુદી સોસાયટીમાં આરસીસી રોડ, પેવર બ્લોક, પાણીની – ડ્રેનેજની લાઇન નાંખવાના કામો, દ.પશ્ચિમઝોનમાં જુદી જુદી સોસાયટીમાં 1.77 કરોડના ખર્ચે આરસીસી રોડ, પેવરબ્લોક, પાણીની અને ડ્રેનેજની લાઇન નાંખવાની કામગીરીના ખાતમૂર્હત કરાશે.
