Breaking News

સાણંદમાં આજે અમિત શાહ ધારાસભ્યના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે, કાર્યકર્તા સ્નેહમિલન યોજાશે

આજે 3 ઓક્ટોબરે ગુરુવારે બપોરે ૧૨ કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે સાણંદના નળ સરોવર રોડ પર બાયપાસ નજીક શ્રીપ્રદ કોમ્પ્લેક્ક્ષ ખાતે સાણંદ બાવળા વિધાનસભા ધારાસભ્ય કનુભાઈ પટેલના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે
સાથે કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે સાંસદ અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે તેમજ અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને લઈને ભાજપના અગ્રણીઓ સહીત કાર્યકરોએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. સાણંદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના આગમનને લઈને સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

Social