સાણંદના મોડાસર અને સરી ગામના રોડ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું મોત

સાણંદના મોડાસર અને સરી ગામના રોડ પર વળાંકમાં એક રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત રિક્ષા પલટી માર્ટા એક મહિલાનું મોત અને ત્રણ મહિલાને ઇજાઓ થઈ હતી ચાંગોદર પોલીસે તપાસ શરૂ કરી છે.
સાણંદ શહેરમાં રામદેવપીરના મંદિર પાસે ભોઈવાસમાં પરિવાર સાથે રહેતા વિષ્ણુભાઈ આત્મારામભાઈ ભોઈના પત્ની સીતાબેન કેટરિંગના કામ અર્થે ચા.વાસણા જવા માટે રિક્ષામાં બેસીને જતાં હતા તે સમયે રિક્ષામાં સરોજબેન, મનશીબેન તથા લીલાબેન પણ રિક્ષા બેસીને જતાં હતા ત્યારે સાણંદના મોડાસર થી સરી તરફ જતાં રોડ પર વળાંક ઉપર એક ટ્રેક્ટરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારી લાવી આ સીએનજી રિક્ષા સાથે ધડાકાભેર એક્સિડન્ટ કરતાં રિક્ષા રોડ પાસે પલટી મારી ગઈ હતી. જેમાં રિક્ષામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે રિક્ષા બેસેલ સરોજબેન,મનશીબેન તથા લીલાબેનને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઈ હતી તેમજ સીતાબેન વિષ્ણુભાઈ ભોઇ (ઉ.53)ને શરીરે ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલ્સમાં સારવાર માટે બાવળા ખસેડયા હતા, ગંભીર ઇજાઓ પહોંચતા સીતાબેનનું મોત થયું હતું. બનાવને લઈને ચાંગોદર પોલીસ ટિમ સ્થળ પર પહોચી હતી. મૃતકની લાશનું પીએમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ઘટનાને લઈને વિષ્ણુભાઈ આત્મારામભાઈ ભોઈએ ચાંગોદર પોલીસમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

Social