કેન્દ્રીય ગૃહમંત્રીના અમદાવાદમાં કાર્યક્રમ દરમિયાન સમગ્ર શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન
અમદાવાદ શહેરમાં આગામી 3 અને 4 ઓક્ટોબર 2024 દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આજે સાંજે એટલે કે 2 ઓક્ટોબર 2024ની સાંજે 7 વાગ્યાથી 5 ઓક્ટોબર 2024ના બપોરના 2 વાગ્યા સુધી કોઈ પણ માનવ રહિત કેમેરા (ડ્રોન) ઉડાવી શકશે નહીં.
સમગ્ર શહેરને નો ડ્રોન જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધીને તેમના ઉપર શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે.
