સાણંદમાં અમિત શાહનું ટૂંક સમયમાં આગમન થશે, ધારાસભ્યના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહનું ટૂંક સમયમાં સાણંદમાં આગમન થશે, અમિત શાહ ના કાર્યક્રમને લઈને કાર્યક્રમ સ્થળથી થઈને સમગ્ર રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
અમિતભાઈ શાહ સાણંદના નળ સરોવર રોડ પર બાયપાસ નજીક શ્રીપ્રદ કોમ્પ્લેક્ક્ષ ખાતે સાણંદ બાવળા વિધાનસભા ધારાસભ્ય કનુભાઈ પટેલના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે.
સાથે કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે સાંસદ અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે તેમજ અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
હાલ કાર્યક્રમ સ્થળે ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, મહામંત્રી શૈલેષભાઈ દાવડા, નવદીપસિંહ ડોડીયા, જિલ્લા અને સાણંદ તાલુકાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમના સફળ બનાવવા માટે સાણંદ ભાજપ સંગઠનની ટીમે ભારે જેમાં ઉઠાવી છે.

