સાણંદના નળ સરોવર રોડ પર માણકોલ પાસે ટ્રેલર અને બાઈક નો એક્સિડન્ટમાં પાવા ગામના યુવકે જીવ ગુમાવ્યો
સાણંદના નળ સરોવર રોડ પર માણકોલ પાસે હઠીપુરા ગરનાળા નજીક પાવા ગામના નિતીનભાઈ રમણભાઈ પટેલ, દર્શન રમણભાઈ તેમજ હરિભાઈ શાંતિભાઈ એક મોટર સાયકલ પર બેસીને કામ માટે નીકળ્યા હતા. રોડ ઉપર જતો ટ્રકે આ યુવકોના બાઈકને ટક્કર મારતા એક્સિડન્ટમાં દર્શનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું અને હરિભાઈને વાગ્યું હતું,એક્સિડન્ટ પગેલે પોલીસે તપાસ આદરી છે.
