સાણંદ જૈનવાડી માં ગુરુવારે પદ્મવિભૂષણ સ્વ રતન ટાટાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
દેશનું ગૌરવ અને ઉમદા ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ સ્વ.રતન એન ટાટાનો તાજેતરમાં દેહાંત થતા સમગ્ર દેશમાં ઘેરા શોકની લાગણીં છે ત્યારે સાણંદ વિસ્તારના વિકાસમાં પણ આ સજ્જન ઉધાંતોગપતિનો સિંહફાળો રહેલો છે ત્યારે સાણંદમાં આવેલ ટાટા મોટર્સ લઈ સાથે મળી છેલ્લા ૧૭ વર્ષથી સાણંદના અંતરિયાળ વિસ્તારોમાં સેવાકીય કર્યો કરતી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ દ્વારા સાણંદ શહેરમાં ગઢીયા ચાર રસ્તા ખાતે આવેલ જૈનવાડી ખાતે આગામી તા ૧૭ ઓક્ટો ને ગુરુવારના રોજ પુષ્પાંજલિનો જાહેર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. સવારે ૧૦ થી ૧૨ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં સાણંદ શહેરના અગ્રણીઓથી લઇ મોટી સંખ્યામાં નાગરિકો જોડાનાર છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરનાર મનુભાઈ બારોટે જણાવ્યું હતું કે ટાટા પરિવારનું દેશની સાથે સાણંદ પર પણ ઋણ છે ત્યારે આ ઋણ સ્વીકાર કરવા અને સ્વ.રતન એન ટાટાને પુષ્પાંજલિ અર્પણ કરવા આ કાર્યક્રમ આયોજિત કરાયો છે .
