નિધરાડ નજીક ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત, ગઢિયા પાસે ટ્રક ચાલકે બાઈક ને ટક્કર મારતા એકને ઈજા
સાણંદના રૂપાવટી ગામના કલ્પેશભાઈ ભગવાનભાઈ ઠાકોર 14 વર્ષનો નીતિન ભરતભાઈ ઠાકોર બંને જણા લોડિંગ રિક્ષા લઈને મુનિ આશ્રમ પાસે નિધરાડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોધાવી બાજુથી આવતા એક ડમ્પર સાથે લોડીંગ રીક્ષા નો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, રીક્ષા ચાલક અને તેની સાથે બેઠેલ યુવકનું મોત થયું હતું. રીક્ષા ડમ્પરમાં ફસાઈ જતા પોલીસે રિક્ષાને ધક્કો મારીને બહાર કાઢી હતી. મૃત્યુ પામેલ બંને યુવકોની લાશને પીએમ માટે ખસેડાતા સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગામના લોકો આવી પહોંચ્યા હતા. રિક્ષાના માલિકે ડમ્પર ચાલતી વિરુદ્ધમાં સાણંદ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. સાણંદના ગઢીયા પાસે સાંજે સાડા છ કલાક પછી સરખેજ હાઇવે ઉપર જતા એક બાઈક ચાલકને એક ટ્રક ચાલકે અડફેટે લીધો હતો જેમાં બાઈક ચાલકને પગમાં વાગ્યું હતું. એકસીડન્ટ થતા ગઢિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો.



