સગીર ટુવ્હીલરચાલકે યુવકને ઉડાવ્યો, પિતા સામે ગુનો દાખલ

26 સપ્ટેમ્બરે શાહીબાગ સિવિલ હોસ્પિટલ ખાતે એક સગીરે ટુવ્હિલર ચલાવીને એક યુવકને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનંુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી સગીર હોવા છતાં પણ તેને ટુવ્હિલર આપનાર તેના પિતા સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

શાહીબાગ સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5 પાસે ગત 26 તારીખે 42 વર્ષીય રામપ્રતાપ કુમાવતને એક ટુવ્હિલર ચાલકે ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા રામપ્રતાપને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. જેથી આ મામલે એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટુવ્હિલર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટુ-વ્હીલરની નંબર પ્લેટના આધારે પોલીસે મેઘાણીનગરના કલાપીનગર સોસાયટીમાં રહેતા મહેશ પરમારના ઘરે પહોંચી હતી. પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતંુ કે, ગત 26 તારીખે તેમનો સગીર દિકરો ઘરેથી કોઈને કહ્યાં વગર જ એક્ટિવા લઈને નીકળ્યો હતો ત્યારે તેણે અકસ્માત કર્યો હતો. સગીર પુત્રને ટુ-વ્હીલર આપનારા પિતા મહેશ પરમાર સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.

Social