સાણંદ નજીકના અકસ્માતમાં અમદાવાદના યુવાનનું મોત

સાણંદ -વિરમગામ હાઇવે પર સોમવારે વહેલી સવારે અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં આઇશરની ટક્કર વાગતા અમદાવાદના વટવા ખાતે રહેતા બાઈક સવાર યુવકનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

મૂળ બિહારના અને અમદાવાદના વટવા મહાવીરનગર ખાતે રહેતા જિતેન્દ્રકુમાર મનોજ રામેશ્વરસિંગ કુશવાહ સાણંદ જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ સોમવારે સવારે રાબેતા મુજબ વટવાથી સાણંદ પોતાનુઁ બાઈક લઇ નોકરી જવા નીકળ્યા હતા તેઓ સવારે 7-30 ના સુમારે સાણંદ વિરમગામ હાઇવે પર હાજરી માતાના મંદિરથી આગળ જઈ રહ્યા હતા. ત્યારે ક્રોમના શો રૂમ સામે પાછળથી આવી રહેલ આઇશરના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ટક્કર મારતા યુવકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું .

આ બનાવની જાણ સાણંદ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે જઈ લાશને પીએમ માટે સાણંદ સિવિલ ખસેડી હતી.પ્રાપ્ત માહિતી મુજબ યુવક ચાર ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે પત્ની અને છ વર્ષના પુત્રને વિલાપ કરતા છોડી જતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

Social