દિવસે બપોરે પરસેવો છોડવતી ગરમી, એક સપ્તાહ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત
રાજ્યમાં હાલમાં દિવસે તડકાને લીધે ગરમીનો અહેસાસ થાય છે તથા સૂર્યાસ્ત બાદ તાપમાન ધીમેધીમે ઘટતા ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જે હજુ પણ આગામી સાત દિવસ દરમિયાન યથાવત રહેશે. નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું તેના નિશ્ચિત સમય કરતા લાંબુ ચાલુ હોવાથી શિયાળાની શરૂઆત નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ દર વર્ષે એટલી થઈ રહી નથી. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક શહેરોમાં વહેલી સવારે સામાન્ય ઠંડીનું અનુભવ થાય છે. પરંતુ હજુ પણ શિયાળાની શરૂઆત માટે ગુજરાતવાસીઓ એક વિલંબ કરવો પડશે તેવું હવામાન વિભાગ જણાવ્યું છે. કારણ કે, હજુ પણ આગામી સાત દિવસ માટેની આગાહી મુજબ ગુજરાત રાજ્યનું વાતાવરણ યથાવત રહેશે. લઘુતમ કે મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીંવત છે.
55