અમદાવાદમાં પરિવાર ફરવા ગયો ને ઘરમાંથી રૂ. 1.68 લાખની ચોરી
ફતેવાડીમાં રહેતા ઈમરાન આલમ અંસારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 31 ઓક્ટોબરના રોજ તેઓ તેમના પરિવાર સાથે તેમની સાસરી આણંદમાં ગયા હતા. 3 નવેમ્બરના રોજ બપોરે તેઓ પરત આવ્યા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનું લોકનો નકુચો તૂટેલી હાલતમાં હતો. ઘરમાંથી દિવાલ સાથે લગાવેલું એલઈડી ટીવી ગાયબ હતું. આ ઉપરાંત ઘરમાંથી 8000 રોકડ ચોરી થઈ હતી. સોના ચાંદીના 1.48 લાખના દાગીનાની પણ ચોરી થઈ હતી. કુલ 1.68 લાખ રૂપિયાની ઘરમાંથી ચોરી થઈ હતી, જેથી આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા તેમને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
