દસાડા પાસે બૂટલેગરની ગાડીનો પીછો કરતા અક્સ્માતમાં SMCના PSIનું મોત
સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કરતા ટ્રેલર અને પીએસઆઈની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. પછી PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સુરેન્દ્રનગરના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે SMCમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણ (ઉં.વ.50)ને અકસ્માત થતા પ્રાથમિક સારવાર માટે વિરમગામ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. સાથેના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત (રહે. અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા (રહે. રાજકોટ)ને પણ ઇજા થઈ છે. જે બાબતે દસાડા પોલીસ સ્ટેશન ખાતે હાલ અકસ્માત જાણવા જોગ દાખલ કરેલ છે.PSI પઠાણના મૃતદેહને ઘરે લાવવા આવ્યો છે. પરિવારના સભ્યો અને પોલીસ કર્મચારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.
55