સાણંદ બાયપાસ પાસે ST બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા 5ને ઇજાગ્રસ્ત

સાણંદના વિરમગામ હાઇવે પર જિયો પેટ્રોલ પંપ પાસે બાયપાસ નજીક અમદાવાદ ડેપોની જીએસઆરટીસી વોલ્વો બસના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક સહીત રીક્ષામાં બેઠલ 2 મહિલા અને એક ત્રણ વર્ષની બાળકીને ઈજાઓ થઇ હતી સાથે રોડ પર બાઇકને પણ અડફેટે આવતા બાઇક ચાલકને ઇજાઓ થઈ હતી.
અમદાવાદ ડેપોની જીએસઆરટીસીની વોલ્વો બસ અમદાવાદ ડેપોથી મુસાફરો ભરી મોરબી જઈ રહી હતી ત્યારે સાણંદ શહેરના જિયો પંપ પાસે બાયપાસ નજીક બેફામ માતેલા સાંઢ માફક જતા બસના ચાલકે વિરમગામ હાઇવે રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી અને એક બાઇક ચાલકને પણ ઇજાઓ થઈ હતી. રિક્ષામાં મજૂરો બેસી સાણંદથી વિરમગામના સચાણા ગામે મજૂરીએ જઈ રહ્યા હતા. અકસ્માતમાં રીક્ષા ચાલક તપન ખરડા, રીક્ષામાં બેઠેલ જાગૃતીબેન, ટ્વિંકલબેન તેમજ જાગૃતીબેનની ત્રણ વર્ષની બાળકીને ઇજો થઈ હતી, ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક સાણંદની ખાનગી હોસ્પિટલમાં તેમજ સોલા સિવિલ ખસેડાયા હતા.

Social