ચાંગોદરમાં 38 હજાર રોકડા, દાગીના ભરેલી બેગ પરિવારને પરત સોંપાઇ

દિવાળીના તહેવારમાં પેટ્રોલીંગ કરતાં પોલીસ સ્ટાફને બેગ મળી આવી હતી. જેમાં 38 હજાર રોકડા, આશરે દોઢ કિલો ચાંદીના જુદાજુદા ઘરેણાં મળી આવ્યા હતા. જે મૂળ સાબરકાંઠાના પરિવારને પરત કરી પ્રમાણિકતા મહેકાવી હતી. દિવાળીનો તહેવારને લઈને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ચાંગોદર પોલીસ સ્ટેશના પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી.ચૌધરી દ્વારા દિવાળીના તહેવાર અનુસંધાને બંદોબસ્ત રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યો હતો. દિવાળીની સાંજના સાડા સાતેક વાગ્યા આસપાસ ચાંગોદર બ્રિજ નીચે આવેલ રીક્ષા સ્ટેન્ડ નજીકના પોઈન્ટ ઉપરના જી.આર.ડી સભ્ય નિલેશ ડાભી તથા નિકુલ અલગોતર નાઓને ચાંગોદર બ્રિજ નજીકથી એક કાળા કલરની કપડા તથા સામાન ભરેલી બેગ (થેલો) મળી આવ્યો હતો જેથી તેમના ટ્રાફિક ઈન્ચાર્જ હેકો જયદીપસિંહ કિરીટસિંહને જાણ કરી હતી અને બેગની તપાસ કરતા બેગમાંથી રૂ.38,000/- રોકડા તથા આશરે દોઢ કિલો જેટલા વજનના જુદાજુદા ચાંદીના દાગીના મળી આવ્યા હતા

                        પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી. ચૌધરીને જાણ કરતા પી.આઈ દ્વારા તેના મૂળ માલિકને શોધી કાઢી તાત્કાલિક ટીમો બનાવી બેગના મૂળ માલીક ડાહ્યાભાઈ કરશનભાઈ વણજારા (હાલ રહે ચાંગોદર તા.સાણંદ )ને શોધી કાઢી તપાસ કરતા તેઓ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુરી કામ કરતા હતા એન દિવાળી હોવાથી પોતાના પત્ની સાથે દિવાળીના તહેવાર કરવા તેઓ વતન કરૂંડાગામ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠામાં ચાંગોદર થી છુટક રીક્ષામાં જતા હતા તે દરમ્યાન તેઓના સામાનમાંથી આ બેગ ચાંગોદર બ્રિજ નજીક પડી હતી જેને પોલીસે શોધી કાઢી તેના મૂળ માલિકને પરત સોંપતા પરિવારમાં ખુશી વ્યાપી જવા પામી હતી.
Social