સાણંદ APMCમાં નવા વર્ષના પહેલા જ દિવસે ડાંગરની મબલખ આવક થઇ

સાણંદ APMCમાં નવા વર્ષના પહેલા દિવસે જ ડાંગરની ધૂમ આવક થઈ છે, પહેલા દિવસે જ મોટી સંખ્યામાં ટ્રેકટર ડાંગર,ઘઉંના વેચાણ માટે આવ્યા હતા, દિવાળીના તહેવારો હોવાથી APMC બંધ હતું. આજે લાભ પાંચમના દિવસે APMC ખુલતા જ મોટી સંખ્યામાં ખેડુતો પોતાની ડાંગર વેચવા માટે આવી પહોંચ્યા હતા. ખેડુતોએ સવારથી પોતાના ટ્રેકટરો નંબર પ્રમાણે હરાજીની લાઇનમાં મુકી દીધા હતા. ખેડુતોએ દિવાળીનાં તહેવારોમાં જ ડાંગરની કાંપણી કરીને ડાંગરનો પાક વેચવા માટે તૈયાર રાખ્યો હતો. APMCમાં ડાંગરથી ભરેલ ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી હતી. પ્રથમ દિવસે ડાંગરની મબલખ આવક થઇ છે.

Social