માળીયાહાટીનાના જૂથળ ગામે ખેતમજૂરના ઘરમાંથી ચોરી કરનાર પાડોસીને ઝડપાયો
જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના જૂથળ ગામમાં એક ખેતમજૂરના ઘરમાં થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશમાં જ રહેતા યુવકને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયાહાટીના ના જુથળ ગામે ખેત મજૂરીનું કામ કરતા રૂડાભાઈ હીરાભાઈ રાઠોડના મકાનમાંથી એક લાખથી વધુની ચોરી થયાની ફરિયાદ માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જુથળ ગામે ખેતરમાં મજૂરી કામ કરતા રૂડાભાઈ રાઠોડ પોતાના ખેતરના હિસાબના રૂપિયા દોઢ લાખ લઈ પોતાના ઘરમાં રાખ્યા હતા. આ રૂપિયામાંથી થોડા રૂપિયા રૂડાભાઈએ વાપરેલ હતા અને બાકીની રકમ ઘરના કબાટની તિજોરીમાં રાખી હતી. ત્યારે રૂડાભાઈ ખેત મજૂરીનું કામ કરતા હોવાથી દિવસ રાત ખેતરે જ રહેતા હતા.ત્યારે રૂપિયા રાખ્યાના 15 દિવસ બાદ રૂડાભાઈ ને રૂપિયાની જરૂર પડતા કબાટની તિજોરી ખોલતા તિજોરીમાં થી રૂપિયા ગાયબ હતા. અને પોતાના ઘરની પાછળના ભાગની બારીની સાંકળ પણ ખુલ્લી જોવા મળી હતી. જેને લઈ ફરિયાદી રૂડાભાઈ રાઠોડએ માળિયા પોલીસ સ્ટેશનમાં તિજોરીમાં રાખેલ રૂપિયા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
જે મામલે માળીયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે માળીયા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન તેમજ બાતમીદારોના આધારે રૂડાભાઈ રાઠોડના મકાનમાં ચોરી કરનાર પાડોશીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.જુથળ ગામે જ ફરિયાદી રૂડાભાઈ રાઠોડ ના પાડોશમાં રહેતા ધવલ ગોકળ ભરડાને ચોરી કરેલ રૂપિયા 1,05,000 માંથી ખરીદેલ મોબાઇલ કિંમત રૂપિયા 30,000 મળી કુલ 1, 05,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. માળીયા હાટીના પોલીસે પડોશમાં જ રહેતા ધવલ ગોકળ ભરડાને ઝડપી વધુ તપાસ હાથ જ હાથ ધરી છે.
