ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો : રૂ. 31 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. કુલ રૂપિયા 31,000 થી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને ચિલોડા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ચિલોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચંદ્રાલા નાકા પોઇન્ટ હિંમતનગરથી ચિલોડા તરફ આવતા રોડ પર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન એક મોટર સાયકલ પર એક ઈસમને કોર્ડન કરી પકડી પાડી જેની પાસે કાપડનો થેલો હતો તે ચેક કરતા થેલામાં ભારતીય બનાવટના ઇંગલિશ દારૂના ક્વોટરીયા હતા.અને તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ શિવલાલ હીરાલાલ સેન, ઉમર-50, ધંધો- હેર કટીંગ, રહે- મોહનલાલ વકીલની ચાલી ,ઘી વાળી ચાલીની સામે ચમનપુરા અસારવા, અમદાવાદ.મૂળ રહે- ચુંગી નાકાની પાસે જિલ્લો- ભીલવાડા, રાજસ્થાનનો હોવાનું જણાવેલ.તેના થેલામાં રહેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના કોટરીયા બહાર કાઢી તેમજ પાસ પરમીટ માગતા તેની પાસે નહીં હોવાનું જણાવેલ. તમામ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના કોટરીયા સીલ બંધ જથ્થામાં જપ્ત કરવામાં આવેલ છે. જેની કિંમત રૂપિયા 5520 ગણવામાં આવેલ છે. તેમજ હીરો કંપનીનું splendor મોડલનું કાળા તથા સિલ્વર કલર નું મોટર સાઇકલ જેની કિંમત રૂપિયા 25000 ગણી તપાસે અર્થે કબજે કરવામાં આવેલ છે. આથી કુલ રૂપિયા 31 હજારથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ચિલોડા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Social