વેજલપુરમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી
અમદાવાદના વેજલપુરમાં શ્રીનંદનગર પાસે આવેલા સ્વરિત એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આવેલા મકાનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં રહેલા પરિવારના ચાર સભ્યો આગ લાગવાના કારણે રૂમમાં ફસાય ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પ્રહલાદ નગર અને થલતેજ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી 5ને સલામત રીતે બચાવી લેવાયા હતા. આગમાં ફર્નિચર ખાખ થયું હતું, લાઈટિંગ સિરીઝમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફાયર વિભાગના સૂત્રોનું પ્રાથમિક રીતે અનુમાન લગાવી રહ્યા છે.
ફાયર બ્રિગેડના કર્મચારી અને અધિકારીએ 20 મિનિટમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. ચારેય લોકોને સહી સલામત ઘરની બહાર કાઢ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ દિવાળીમાં લગાવેલી લાઇટિંગની સિરીઝમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થઈ હતી અને તેના કારણે આગ લાગી હતી. આગ લાગવાના કારણે ઘરના હોલ અને બેડરૂમ સહિતનો કેટલોક ભાગ બળીને ખાક થઈ ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાની ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો.
