જે સાંજે 5.57 વાગ્યે સૂર્યને અર્ધ્ય અપાશે, ઇન્દિરા બ્રિજ પાસે છઠ પૂજા પર્વનું આયોજન

બિહાર તેમજ પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મોટો મહાપર્વ એટલે છઠ પૂજા ઉત્સવ 7 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. જેમાં સાંજના સમયે વ્રતીઓ દ્વારા તમામ ઘાટ પર નદીના પાણીમાં કે વિવિધ સ્થળે તૈયાર કરવામાં આવેલા કુંડમાં ઊભા રહી સાંજે 5.57 વાગે ઢળતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે. જ્યારે શુક્રવારે સવારે 6.50 વાગે ઊગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે ચાર દિવસ ચાલનારા ઉપવાસની પૂર્ણાહુતિ થશે.
શહેરમાં ઈન્દિરા બ્રિજ ખાતે છઠ ઘાટ પર 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં છઠ પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે જ મેઘાણીનગર, બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં, વસ્ત્રાલ, અમરાઈવાડી સહિત શહેરના અન્ય વિસ્તારોમાં સાર્વજનિક છઠ પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે જ વિવિધ સંગઠનો દ્વારા સાંજે તેમજ રાતના સમયે વ્રતીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Social