ખોડા રેલ્વે ફાટક ખોલવા ગેટમેનને 3 યુવકોએ છરી દેખાડી ધમકી આપી મારવા દોડ્યા

સાણંદના ખોડા ફાટક ઉપર ટ્રેન આવતા ગેટમેનએ નિયમઅનુસાર ફાટક બંધ કરતાં તે સમયે રોડ પર એક્ટિવા પર સવાર અજાણ્યા 3 ઈસમે ગેટમેનને ગાળો બોલી ફાટક ખોલવા છરી દેખાડી ધમકી આપી મારવા દોડતા ગેટમેનએ GIDC પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
સાણંદના ખોડા ગામના રેલ્વે ફાટક ઉપર ગેઇટ મેન તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ કેશાભાઇ રાઠવાએ ખોડા ગામના ફાટક ઉપર ફરજ ઉપર હતા ત્યારે એક્સપ્રેસ ટ્રેન પસાર થવા બાબતે તેઓને ઉપર ફોન થતાં રેલ્વે ફાટક બંધ કર્યું હતું અને અન્ય ટ્રેન પણ ત્યારે આવતી હતી તે દરમ્યાન કડી ચંદ્રાસણ તરફ રોડ પર ફાટક પાસે એક એક્ટિવા પર બેસેલ 3 યુવકોમાંથી કોઈ એક યુવકે મુકેશભાઇને ગાળ બોલી ફાટક ખોલવા ધમકી આપી અને છરી કાઢી અન્ય બે યુવકો પણ સાથે ગેટમેન મુકેશભાઈને મારવા દોડતા ગેટમેનએ 3 યુવકો સામે પોલીસ ફરિયાદ થઈ છે.

Social