આવતી કાલે શુક્રવારે સાણંદમાં ધામધૂમથી જલારામ જયંતિની ઉજવણી કરાશે

“ટુકડો ત્યાં હરિ ઢુકડો ” સૂત્રને સાર્થક કરી માનવતાની જ્યોત જગાવનાર પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતીની આગામી કારતક સુદ ૭ તા ૮-૧૧-૨૪ ને શુક્રવારના રોજ સમસ્ત લોહાણા સમાજ સાણંદ તેમજ બાપા જલારામ સત્સંગ મંડળ ,સાણંદ દ્વારા જલારામ મંદિર સાણંદ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવશે.

શુક્રવારે સવારે ૯ થી ૧૧.30 કલાકે ભરતભાઈ ઉપાધ્યાય ના સુંદરકાંડના પાઠ તેમજ બપોરે ૧૨.૩૦ કલાકે ભવ્ય અન્નકૂટ દર્શન તેમજ આરતી યોજાશે. સાથે સાથે આ દિવસે સવારે ૯ થી સાંજે ૬ સુધી નાડી વૈદ્ય અર્જુનગીરી દાસ બાપુનો આયુર્વેદિક સર્વ રોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે અને કેન્સરના દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે.કિરણભાઈ મોદી અમદાવાદના સહકારથી નંબરના ૧૦૦ ચશ્માનું પણ મફત વિતરણ કરવામાં આવશે

Social