અમદાવાદમાં સાબરમતી કિનારે સૂર્યને અર્ધ્ય આપવા ભીડ જામી
દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયોમાં છઠપૂજાનું અનેરું મહત્ત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્ત્વ વધ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠપૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેતા ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ પૂજા ઘાટ પર છઠ પૂજા માટે ઊમટી પડ્યા હતા, લોકો દ્વારા છઠપૂજાની ઉજવણી કરવામાં આવી હતી
