સાબરમતી રિવરફ્રન્ટ પર એક્ટિવા સ્લીપ થતા ત્રણ સગીર બેભાન થયા એક્ટિવા આપનાર પિતા સામે ગુનો નોંધાયો

સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે સાંજે 3 સગીર અકસ્માત બાદ જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્રણેયને ગંભીર ઈજા થઈ હોય તે હાલતમાં ત્રણેય સગીર પડેલા હતા અને થોડેક દૂર એક એક્ટિવા પણ પડ્યું હતું. આ અંગે રસ્તા પર આવતા જતા લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેથી ત્રણેય સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે ત્રણેય ઇજાગ્રસ્ત સગીર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે સગીરને એક્ટિવા આપનાર તેના પિતા સબાબુદ્દીન નાગોરી સામે એમવી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી શાહપુરનો રહેવાસી છે.

Social