સાણંદમાં બહેનને ભગાડી જવાના મામલે ભાઈનો યુવક ઉપર હુમલો

સાણંદમાં વિરમગામ હાઇવે આવેલ આંખની હોસ્પિટલ પાસે બેનને ભગાડીને જવાનું મનદુખ રાખી તે યુવક પર ભાઈએ ધોકાથી હુમલો કરતાં સમગ્ર મામલે સાણંદ પોલીસમાં 2 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે.

સાણંદમાં હજારીમાતાના મંદિરની પાસે છાપરામાં રહેતા 22 વર્ષીય હરેશભાઇ રમેશભાઈ મગનભાઈ દેવીપુજક પરિવાર સાથે રહે છે સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે હરેશભાઇ અને વિશાલ રાજુભાઇ દેવીપુજક મજુરીકામ અર્થે સાણંદ બસ સ્ટેન્ડ ખાતે આવેલ અને કામ પૂરું કરી તેના માસીના દિકરા વિશાલ સાથે ઘરે જતો હતો.

આ દરમિયાન સાણંદ આંખની હોસ્પીટલ પાસે સાણંદમાં રહેતા સુરેશભાઈ ગંગાભાઇ દેવીપુજક તથા વિકો દેવાભાઈ દેવીપુજક આવેલ અને હરેશભાઇ અગાઉ વિકાની બહેનને ભગાડી લઇ ગયેલ જેનું સમાધાન માટે વિકાના મા-બાપની સાથે હરેશભાઇ વાતચીત કરવા ગયેલ હતો તેનું મનદુ:ખ રાખી ગાળો બોલી વિકો દેવાભાઇ દેવીપુજકએ હરેશભાઇને ડાબા કાન ઉપર ધોકો માર્યો હતો અને સુરેશભાઈ ગાંડાભાઈ દેવીપુજકએ ગડદા પાટ્ટુનો માર મારવા લાગતાં હરેશભાઇનો માસીનો દિકરો વિશાલ રાજુભાઈ વચ્ચે પડી વધુ માર માથી હરેશભાઇને બચાવ્યો હતો અને વિકો અને સુરેશએ ધમકી આપી જતા રહ્યા હતા,

હરેશભાઇને માથામાં ઇજા થતાં 108 મારફતે સોલા સીવીલ હોસ્પીટલમા ખસેડયા હતા. સગમ્ર મામલે હરેશભાઇએ સાણંદ પોલીસમાં વિકો દેવાભાઈ અને સુરેશભાઈ દેવીપુજક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોધ્યો છે.

Social