અમદાવાદમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવતીના પિતાએ યુવક પર બે વાર કાર ચડાવી દીધી
પ્રેમ સંબંધની શંકા રાખીને યુવતીના પિતાએ યુવક પર કાર ચડાવીને હત્યા કરવાની કોશિશ કરી હોવાની ચોંકાવનારી ઘટના વસ્ત્રાપુર જેવા પોષ વિસ્તારમાં બની છે. યુવતીના પિતાએ યુવક પર બે વખત કાર ચડાવી અને બાદમાં માથામાં લોંખડની પાઈપો મારીને લોહીલુહાણ કરી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી યુવતીના પિતા યુવક પર હુમલો કરવાની ફીકારમાં હતો. હુમલો કર્યા બાદ યુવતીના પિતાએ જાહેરમાં યુવકને ધમકી આપી હતી કે, ઘરની બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ. ધોળા દિવસે બનેલી આ ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે શ્રવણ વણઝારા વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
