બારેજાથી ચોરાયેલ બોલેરો સાથે 2 ઇસમ પકડાયા
બારેજામાં ગાડીઓની લે વેચનો બિઝનેસ કરતા વેપારીના વાડામાંથી બોલેરો ચોરાયેલ બોલેરો સાથે બેને અસલાલી પોલીસે CCTV કુટેજના આધારેપકડી લઈ તપાસ આધારી છે.
બારેજા મલેક ફળીયા મા રહેતા અને ઓટો કન્સર્ટ નામ થી ગાડીઓની લે-વેચ નો ધંધો કરતા એઝાઝભાઇ અબ્દુલકાદરભાઈ મેમણ ના ગાડીઓના વાડા માંથી આઠ દિવસ પૂર્વે રાત્રીના સમયે બોલેરો પીકપ ગાડી ની ચોરી થઈ હતી.આ અંગે વાડામાં મુકેલ CCTV કેમેરાના ફુટેજ દેખતા બોલેરો પીકપ ગાડી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલાનુ દેખાતા બોલેરો પીકપની તપાસ કરતા મળી નહિ આવતાં આ અંગે અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી.
આ અંગે અસલાલી પીઆઈએ ટીમો બનાવી ગુનેગારોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી CCTV કેમેરા ચેક કરી તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન બારેજા બીટમાં ફરજ બજાવતા અ.હે.કોન્સ નરેન્દ્રકુમાર લક્ષ્મણભાઈને ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે ચોરીમાં ગયેલ બોલેરો પીક-અપ ડાલા સાથે બે ઈસમો વિનુભાઈ કનુભાઈ દેવી પુજક તેમજ મેહુલભાઈ લાલજીભાઈ તડવી બન્ને (રહે.કનીજગામ તા.મહેમદાવાદ જી.ખેડા) ને પકડી વધુ તપાસ શરૂ કરી છે.
