રાજસ્થાનથી ગાંજો લાવીને અમદાવાદમાં ડિલિવરી કરવા જતાં બે ઝડપાયા

ચાંદખેડા પોલીસે બાતમીના આધારે મોટેરામાંથી સ્કૂટર પર જતા કિશનલાલ રેગર અને કમલેશ રેગરને રોક્યા હતા. બંનેની તપાસ કરતા તેમની પાસેના થેલામાંથી 14,250 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનના રહેવાસી છે. આરોપી રાજસ્થાનના ભિલવારા પાસેથી લક્ષમણ સાલવી નામના શખસ પાસેથી ગાંજો લાવ્યા હતા. જે અમદાવાદ સુભાસબ્રિજ પાસે પ્રવીણ નામના વ્યક્તિને આપવાના હતા. જોકે, આરોપીઓ ગાંજાની ડિલિવરી આપે તે અગાઉ જ પોલીસે આરોપીઓને ઝડપી પાડયા છે. આ ગુનામાં ગાંજો મોકલનાર અને લેનાર બંને ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.

Social