અમદાવાદના ગોમતીપુરમાં બંધ મિલના કચરામાં ભીષણ આગ

અમદાવાદના ગોમતીપુરમાં આવેલી બંધ પડેલી મહાજનની મીલમાં સાંજના સમયે એકાએક આગ લાગવાની ઘટના બની છે. મિલમાં પડેલા જુના ભંગાર અને કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા. કચરામાં લાગેલી આગ વિકરાળ બની હતી જેના પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 4 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પોલીસ પર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગના સ્થળથી લોકોને દૂર કરવામાં આવ્યા હતા. બંધ પડેલી મિલના લાગે તેને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Social